Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

કિંગ્સ ઇલેવન-ડેરડેવિલ્સ વચ્ચે કાલે રોમાંચક મેચ

કિંગ્સ ઇલેવન જીતના સિલસિલાને જાળવવા સજ્જ : મેચમાં મેક્સવેલ, મિલર, ફિન્ચ, ગેઇલ, યુવરાજ તેમજ મુનરો સહિતના તમામ સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે

નવીદિલ્હી, તા. ૨૨ : હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સોમવારના દિવસે અતિ રોમાંચક મેચ રમાનાર છે. કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલની પોતાની ૬ઠ્ઠી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પાંચ મેચો પૈકી તેની ચારમાં જીત થઇ છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન ઉપર છે. જીતના સિલસિલાને જાળવવા કિંગ્સ ઇલેવન સંપૂર્ણપણે સજ્જ છે. આ મેચ દિલ્હીના મેદાન ખાતે રમાનાર છે. જેનુ પ્રસારણ ચાંજે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી આ મેચમાં ચાહકોને મજા પડી જશે. એકબાજુ દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ગ્લેન મેક્સવેલ, મનજોત કાર્લા, મુનરો, ટ્રેન્ટ બોલ્ડ મેદાનમાં ઉતરનાર છે. જ્યારે બીજી બાજુ કિંગ્સ ઇલેવનમાં એક ધરખમ ખેલાડી રહેલા છે. જે મેચમાં પાસા કોઇ પણ સમય બદલી શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબમાં યુવરાજ સિંહ, ક્રિસ ગેઇલ, એરોન ફિન્ચ અને ડેવિડ મિલર જેવા શક્તિશાળી ખેલાડી રહેલા છે. ગેઇલ જોરદાર ફોર્મમાં હોવાથી તમામની નજર તેના ઉપર રહેશે. મેક્સવેલ અને ગેઇલ વચ્ચે સીધી સ્પર્ધા થઇ શકે છે. ફિન્ચ ઉપર પણ બાજી રહેશે. એકંદરે પંજાબ હોટફેવરિટ તરીકે ઉતરશે. કારણ કે પોઇન્ટ ટેબલમાં દિલ્હી પાંચ મેચોમાં માત્ર એક મેચ જીતી શક્યું છે. ડીઆરએસ સાથે આ પ્રથમ સિઝન રહેનાર છે. સ્ટાર સ્પોર્ટસે તમામ મિડિયા અધિકારો ખરીદી લીધા છે. છેલ્લે આઇપીએલ-૧૦માં રોમાંચકર ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સામે માત્ર એક રને જીત મેળવી હતી. આની સાથે જ મુંબઇએ ત્રીજી વખત આ ટ્રોફી જીતી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, સાતમી એપ્રિલ શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદારદેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે.પુણેમાં તમામ ચાહકોમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ચાહકો ધોનીને લઇને ઉત્સુક બનેલા છે.  આ વખતે ચાહકોને બે ખેલાડી જોવા મળી રહ્યા નથી. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નતી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે. આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે. રહાણે અને ધોની આમને સામને આવનાર છે. તેમની કુશળતાની પણ કસૌટી થનાર છે. ખાસ કરીને રહાણેની કસૌટી વધારે થનાર છે. કારણ કે તેની ટીમમાં કેટલાક ધરખમ ખેલાડી પણ છે. ટીમો નીચે મુજબ છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : અશ્વિન  (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.

દિલ્હી ડેરડેવિલ્સ : અભિષેક શર્મા , અવેશ કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ગંભીર, ઘોષ, ગુરકિરત, અય્યર, લમીચન્ને, મનજ્યોત કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય,શંકર, પીપી શો, ટેવાઇટિયા, જાદવ.

(7:40 pm IST)