Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

વિરાટ આઉટ થતા બોલ્‍ટે ઝડપેલા કેચને દમદાર કેચ ગણાવાઇ રહ્યો છે

બેંગ્લુરૂ: IPLની 11મી સિઝનનાં 19માં મેચમાં દિલ્હી ડેરડેવિલ્સનાં ફાસ્ટ બોલર ટ્રેડ બોલ્ટે એક એવો કેચ ઝડપ્યો છે જેણે IPLનાં ઇતિહાસમાં સૌથી દમદાર કેચ માનવામાં આવી રહ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની મેચનાં 11માં ઓવરમાં હર્ષલ પટેલે બોલિંગ કરી. તે ઓવરની છેલ્લી બોલ હતી જે ફૂલટોસ હતી. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ખુબજ ધ્યાનથી શોટ માર્યો એવું લાગ્યુ કે બોલ બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી નીકળી જશે. પણ બન્યું કંઇક અલગ. ટ્રેન્ટ બોલ્ટે તેની ચપળ ફિલ્ડિંગથી ડાઇવ કરીને ડાબા હાથે બાઉન્ડ્રી લાઇનની તદ્દન નજીકથી કેચ ઝડપી લીધો. આ કેચ જોઇને ખુદ વિરાટ પણ ચૌકી ગયો હતો.

આ અદ્ભૂત કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇલ થયો છે. માઇકલ વોન, શેન વોન સહિતનાં દિગ્ગજ ખેલાડીઓએ તેનાં ખુબ વખાણ કર્યા છે.

(4:50 pm IST)