Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

૨૦૧૯નો વર્લ્ડ કપ જીતવા માટે ભારત ફેવરિટ: સેહવાગ

કોલકતા: ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગનું માનવું છે કે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડમાં યોજાનારો વન-ડેનો વર્લ્ડ કપ જીતવા માટે વિરાટ કોહલીના સુકાન હેઠળની ભારતીય ટીમ ફેવરિટ કહેવાશે.

ભારતના બે વિશ્ર્વકપના ખેલાડી રહી ચૂકેલા વીરુનું એવું પણ કહેવું છે કે વિરાટની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં મજબૂત હોવાથી આ વર્ષના પાછળના ભાગમાં ઑસ્ટ્રેલિયા જશે ત્યારે ત્યાં પહેલી વાર વિદેશી સિરીઝ પણ જીતી શકે એમ છે.

સેહવાગે અહીં એક પ્રમોશનલ ઇવેન્ટમાં કહ્યું હતું કે વિરાટના નેતૃત્વવાળી ભારતીય ટીમમાં બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં બહુ સારા કૉમ્બિનેશન્સ છે અને એવું સૌરવ ગાંગુલીના યુગમાં ક્યારેય નહોતું બન્યું. વર્તમાન ટીમ ૨૦૧૯ના વિશ્ર્વકપ ઉપરાંત વિદેશી ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતવા પણ સક્ષમ છે. મારા સમયમાં ભારત પાસે ઝહીર ખાન, શ્રીનાથ, અજિત આગરકર અને આશિષ નેહરા હતા, પરંતુ તેઓ ૨૦૦૩ની સાલને બાદ કરતા ક્યારેય ભેગા નહોતા રમ્યા. જોકે, અત્યારની ટીમ પાસે ફુલ્લી ફિટ થઈને રમે એવા ઘણા સારા બોલરો એકસાથે રમી શકે એમ છે.

(12:21 pm IST)