Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

નડાલ બારમી વખત મૉન્ટે કાર્લો સ્પર્ધાની ફાઇનલમાં: નંબર વન રૅન્ક સાચવવાનો પડકાર

મૉન્ટે કાર્લો (મૉનેકો): ટેનિસનો વર્લ્ડ નંબર વન રાફેલ નડાલ ગઈ કાલે ૧૨મી વાર મૉન્ટે કાર્લો માસ્ટર્સ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે સેમી ફાઇનલમાં ગ્રિગોર દિમિત્રોવને ૬-૪, ૬-૧થી હરાવી દીધો હતો.

સ્પેનના ૩૧ વર્ષીય નડાલે વર્લ્ડ નંબર વનની રૅન્ક જાળવી રાખવી હોય તો તેણે આજે ૧૧મી વખત મૉનેકોની આ સ્પર્ધાનું ટાઇટલ જીતવું પડશે. જો હારી જશે તો કદાચ રોજર ફેડરર ફરી નંબર વન બની જશે. આજે નડાલની ફાઇનલ કેઇ નિશિકોરી અથવા ઍલેક્ઝાંડર ઝેરેવ સામે રમાશે.

(12:20 pm IST)