Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કોલકત્તામાં ક્રિકેટ મેદાનમાં બની દુર્ઘટના : મેચમાં ક્રિકેટરનું મોત

નવી દિલ્હી:  ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ધટના ઘણી વાર થઈ છે. જેનો શિકાર બેંટીંગ કરનાર, બોલર અથવા તો ફિલ્ડર બનતા રહેતા હોય છે. એક વાર ફરીથી ક્રિકેટના મેદાન પર મોટો હાદસો થયો છે. જેમાં એક ખેલાડીનું મોત થયુ છે. ઘટના કોલકતામાં બની છે. જ્યાં બાલીગંજ સ્પોર્ટીંગ ક્લબ તરફથી બેંટીગ કરતા સેંકન્ડ ડીવીઝન  ક્રિકેટર સોનું યાદવની મોત થઈ ગયું. જાણવા મળેલી વિગતો મુજબ, સોનું રમતા સમયે અચાનક બહુજ બિમાર થઈ ગયો હતો. સોનું ખડગપુર આઈટીઆઈના ત્રીજા વર્ષનો છાત્ર હતો અને ઈકબલપુરમાં રહેતો હતો.   ઘટના બુધવારે સવારે 11 વાગ્યે બની જ્યારે બાલીગંજ ક્લબના ખેલાડીઓ અભ્યાસ કરી રહ્યા હતાં. અભ્યાસ દરમિયાન સોનું યાદવ બેંટીગ કરવા આવ્યો. બેંટીગ શરૂ કર્યા પછી સોનું બિમાર મહેસુસ કરવા લાગ્યો. જે બાદ તેઓ રમત મુકીને ખુરશી પર જઈને બેસી ગયો. અને અચાનક જમીન ઉપર પડી ગયો. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓએ તેને પુછ્યું તો તેણે કહ્યું કે, તે સ્વસ્થ છે. પરંતુ તે ફરીથી જમીન ઉપર પડી ગયો જે બાદ તેને હોસ્પિટલ ખસેંડવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. સોનુના સાથી ખેલાડીઓએ ક્લબને જવાબદાર ઠેરવીને ક્હ્યું કે, મેડીકલ સુવિધાઓની કમીને લીધે ઘટના ઘટી છે. સોનું યાદવના મોત પછી પોલીસ તપાસ માટે મેદાન પર પહોંચી અને સમગ્ર મામલે ફરીયાદ દાખલ કરી લીધી. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ, પહેલા સોનુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

(5:20 pm IST)