Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઈંગ્લેન્ડના આ બેટ્સમેને માત્ર ૨૫ બોલમાં ફટકારી સદી : એક જ ઓવરમાં છ છગ્ગાઓ ઝૂડી દીધા

વિલ જેકસે માત્ર ૩૦ બોલ પર ૧૦૫ રનની તાબડતોબ ઈનિંગ રમી

ક્રિકેટની દુનિયામાં રેકોર્ડ નોંધાય છે અને તૂટે છે. પરંતુ આ એક એવો રેકોર્ડ છે, જે આપને આશ્યર્યમાં મૂકી દેશે. ઇંગ્લેન્ડ અંડર ૧૯ ટીમના બેટ્સમેન વિલ જેકસે એક ટી-૧૦ મેચમાં માત્ર ૨૫ બોલમાં સદી ફટકારી દીધી. તે સર્રે કાઉન્ટી તરફથી રમી રહ્યો હતો. તેની બેટિંગની જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ વીડિયો ગેમ રમી રહ્યો છે. પળભરમાં તેણે રનોનો ઢગલો કરી દીધી. ટી-૧૦ આ મેચ સર્રે અને લેંકશાયરની વચ્ચે દુબઈમાં રમાઈ હતી.

વિલ જેકસે એક જ ઓવરમાં ૬ સિકસર પણ ફટકારી હતી. આટલું જ નહીં જેકસ ૬૨દ્મક ૯૮ રનના સ્કોર સુધી માત્ર ૬ બોલમાં પહોંચી ગયો. તે ઇચ્છતો તો આનાથી પણ ઓછા બોલમાં સદી પૂરી કરી શકતો હતો. તેણે માત્ર ૨૨ બોલ પર ૯૮ રન બનાવી લીધા હતા. પરંતુ આગામી બે બોલ પર તે રન ન કરી શકયો.

(3:26 pm IST)