Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ચેન્નાઈ પહેલી મેચની કમાણી પુલવામા હુમલાના શહીદોના પરીવારને આપશે

તમામ ટિકીટો ચપોચપ વેચાઈ ગઈ : માહી ચેક આપશે

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલની આ સીઝનની પહેલી દ્યરઆંગણે રમાનારી મેચથી મળનારી રકમથી પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ ચેક આપશે. આઈપીએલની ૧૨મી સીઝન આવતી કાલથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ચેન્નઈ અને બેન્ગલોર વચ્ચે રાત્રે ૯ વાગ્યે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈની ટીમના ડિરેકટર રાકેશ સિંહે કહ્યું હતું કે શ્નઆ મઙ્ખચથી થનારી કમાણી ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આપવામાં આવશે. ધોની જે ઇન્ડિયન ટેરિટોરિયલ આર્મીના લેફ્ટનન્ટ કર્નલ છે તે આ ચેક આપશે. તમામ ટિકિટોનું વેચાણ શરૂ થયાના પહેલાં જ દિવસે માત્ર થોડા કલાકોમાં વેચાઈ ગયું હતું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલિ આપવા માટે ભારતીય ક્રિકેટરો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલી વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં સેનાની ખાસ ટોપી પહેરીને મેદાનમાં ઊતર્યા હતા.

(3:26 pm IST)