Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કાલથી IPLનો પ્રારંભ : બાહુબલીઓ ટકરાશે

કાલે ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે ૮ વાગ્યાથી પ્રથમ જંગ : રવિવારે મુંબઈ વિ. દિલ્હી વચ્ચે મુકાબલો Ñ આ વખતે ઓપનીંગ સેરેમની નહિં યોજાય, જેની તમામ રકમ શહીદોના ફંડમાં અર્પણ કરાશે

ચેન્નઈઃ આવતી કાલે આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની શરૂઆત થશે. આવતી કાલે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન તેમ જ કુલ ત્રણ વખત ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને એક પણ વાર ટાઇટલ ન જીતી શકનાર રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે. મેચ રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

સીએસકેની ટીમ ત્રણ વખત ટાઇટલ જીતી છે, જયારે આરસીબીના નસીબમાં એક પણ તાજ હજી સુધી નથી આવ્યો.

આ વખતની આઇપીએલમાં ભાગ લેનારી બીજી છ ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ), કોલકતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબનો સમાવેશ છે.

મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મેચ રવિવારે મુંબઈના વાનખેડેમાં દિલ્હી કેપિટલ્સ સામે રાત્રે ૮.૦૦ વાગ્યાથી રમાશે.

IPLનો વિસ્તૃત કાર્યક્રમ

(3:29 pm IST)