Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ઇંગ્લેન્ડના આ ખેલાડીએ કહ્યું ક્રિકેટને અલવિદા

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પીટરસને ટ્વિટર પર ચાર શબ્દોનો ટૂંકો સંદેશો લખ્યો, ”બૂટ્સ અપ, થેન્ક યુ.” આ સંદેશ સાથે જ પોતાની કરિયર પર પૂર્ણવિરામ મૂકી દીધું. ૩૭ વર્ષીય પીટરસન જાન્યુઆરી-૨૦૧૪થી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થઈ ગયો છે.

પીટરસને ઈંગ્લેન્ડ તરફથી કુલ ૧૦૪ ટેસ્ટ મેચ રમી છે અને તેની અંતિમ ટેસ્ટ એશીઝ શ્રેણીની હિસ્સો હતી, જે શ્રેણીમાં ઈંગ્લેન્ડનો ૦-૫થી પરાજય થયો હતો. ત્યાર બાદ પીટરસન જોકે અલગ અલગ ઘરેલુ ટી-૨૦ લીગમાં રમતો રહ્યો.દક્ષિણ આફ્રિકામાં જન્મેલા પીટરસને ઈંગ્લેન્ડ તરફથી ૪૭.૨૮ની સરેરાશથી કુલ ૮૧૮૧ રન બનાવ્યા, જેમાં તેણે ૨૩ સદી અને ૩૫ અર્ધસદી પણ ફટકારી છે. વન ડે મેચમાં પીટરને ૧૩૬ ઇનિંગ્સમાં ૪૪૪૦ રન બનાવ્યા. તે ત્રણ ટેસ્ટ મેચ અને ૧૨ વન ડે મેચમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન પણ રહ્યો છે.

(5:57 pm IST)