Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બોલો લ્યો... કોમનવેલ્થ માટે જિમ્નાસ્ટિકમાં કોચ હજુ નથી

નવી દિલ્હી: તેઓ છેલ્લા ૩ મહિનાથી અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેમને હજી સુધી ગેમ્સની કિટ પણ નથી મળી. હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જિમ્નેસ્ટિક ટીમ અત્યારે રમતોમાં ભાગ લેવાને લઈ આશ્વસ્ત નથી. 
જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઈન્ડિયાએ અત્યાર સુધી ટીમ માટે કોઈ કોચ નિયુક્ત કર્યો નથી. એથલીટ્સ મહિનાથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પ્રેક્સિટ કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિઓને જોઈને હવે તેમને પણ નિરાશા થવા લાગી છે. જોકે તે ફેડરેશન વિરુદ્ધ કંઈપણ બોલવા માંગતા નથી. બંગાળના બે જિમ્નાસ્ટ, પ્રણતિ નાયક અને પ્રણતિ દાસ આ ટીમનો ભાગ છે. 
દીપા કર્માકર પણ ટીમની સાથે જોડાયેલી છે જોકે ઈજાના કારણે તે કોમનવેલ્થ (૪થી ૧૫ એપ્રિલ)માં ભાગ નહીં લઈ શકે. દીપાના કોચ બિશ્વેશર નંદીએ જણાવ્યુ કે, મેં આવુ પહેલા ક્યારેય નથી જોયુ. આ માત્ર આપણા દેશમાં જ શક્ય છે. એક અન્ય વરિષ્ઠ કોચ જયપ્રકાશ ચક્રવર્તીએ જણાવ્યુ કે, અમને નથી ખબર કે તે ટીમની જાહેરાત ક્યારે કરશે. પુરુષોની ટીમમાં સમસ્યા વધુ વિકરાળ નજરે પડી રહી છે. વરિષ્ઠ જિમ્નાસ્ટ આશીષકુમાર પોતાના કોચની સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ચુક્યા છે. આ ઉપરાંત રાકેશ પાત્રા મુંબઈમાં પોતાના ખાનગી કોચની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ભારતીય જિમ્નેસ્ટિકમાં બે સંગઠન અંદરો અંદર ગુંચવણમાં છે અને આજ કારણસર તે કોચની પસંદગી ફાઈલ પણ હજી સુધી અટકેલી છે.

(5:56 pm IST)