Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હવે હાર્દિક પણ વિવાદમાં સપડાયો

ડો. આંબેડકર વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરતા FIR દાખલ :જો કે હાર્દિકનું ટ્વીટ અસલી છે કે નકલી તે હજુ નક્કી થયુ નથી, જોધપુરના લુની પોલીસે ફરીયાદ લેવાની ના પાડતા તેની સામે પણ એફઆઈઆર દાખલ

મોહમ્મદ શમી બાદ એક વધુ ભારતીય ક્રિકેટર કાનુની વિવાદમાં સપડાયો છે. આ વખતે વડોદરા નિવાસી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક અભદ્ર ટ્વીટના મામલે ફસાયો છે. હાર્દિકે દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભિમરાવ આંબેડકર વિશે એક અભદ્ર ટિપ્પણી કરતા એની સામે પોલીસ એફઆઈઆર નોંધવાનો જોધપુરની એક કોર્ટે આદેશ આપ્યો છે.

ડી. આર. મેઘવાળ નામના એક એડવોકેટ અને રાષ્ટ્રીય ભીમસેનાના સભ્યએ નોંધાવેલી ફરીયાદને પગલે જોધપુરની અદાલતે હાર્દિક પંડ્યા સામે એફઆઈઆર નોંધાવાનો આદેશ આપ્યો છે.

અમુક મહિનાઓ પહેલા, પંડ્યાએ આંબેડકર વિશે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ હતું. એને કારણે આંબેડકરના સમર્થકોમાં રોષ ફેલાયો હતો. એડવોકેટ મેઘવાળે માગણી કરી છે કે પંડ્યા સામે અનુસુચિત જાતિઓ - અનુસુચિત જનજાતિઓના કાયદા અંતર્ગત એફઆઈઆર નોંધવી જોઈએ. મેઘવાળ એફઆઈઆર નોંધાવવા માટે જોધપુરના લુની પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા પણ પોલીસ અધિકારીઓએ એમને કહ્યુ હતું કે આટલા મોટા ક્રિકેટર સામે તેઓ એફઆઈઆર નોંધી શકે એમ નથી. એટલે મેઘવાળ કોર્ટમાં ગયા હતા અને ત્યાંથી એફઆઈઆર વિશેનો આદેશ મેળવ્યો હતો.

પોલીસે એકલા હાર્દિક પટેલ જ નહિં પણ પંડ્યા સામે એફઆઈઆર નોંધાવવાનો ઈન્કાર કરનાર રાજેન્દ્રસિંહ (લુની પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ) સામે પણ ફરીયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે.

હાર્દિક પંડયએ ગયા ડિસેમ્બરમાં એવુ ટ્વીટ કર્યુ હતું કે કોણ આંબેડકર? એ કે જેણે વાંધાજનક કાયદો અને બંધારણ ઘડ્યા હતા કે એ જેણે દેશમાં અનામત નામનો રોગ ફેલાવ્યો છે.

(4:21 pm IST)