Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ICC રેન્કીંગમાં મિતાલી અને હરમનપ્રીતને પછડાટ

નવી દિલ્હી : ભારતીય મહિલા ટીમની સુકાની મિતાલી રાજ આઈસીસીના નવા વન-ડે ક્રમાંકમાં ચોથા સ્થાને અને હરમનપ્રીત કૌર નવમા સ્થાને ખસી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની  એલીસ પેરી બેટીંગ ક્રમાંકમાં પહેલા નંબર પર છે. કિવિ સુકાની સુજી બેટસ બીજા નંબર પર પહોંચી છે. બોલીંગ ક્રમાંકમાં લાંબા સમયથી ઈજાને લીધે મેદાન બહાર રહેનાર ઝુલન ગોસ્વામી ચોથા નંબર પર આવી ગઈ છે. શીખા પાંડે, એકતા બિષ્ટ અને રાજેશ્વરી ગાયકવાડ અનુક્રમે ૧૩, ૧૪ અને ૧૯મા ક્રમ પર છે.

(4:20 pm IST)