Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાય છે ૩.૨ કરોડ રૂપિયા

બોલીવૂડના તમામ સેલીબ્રીટીઝને પાછળ ધકેલી દીધાઃ દિપીકાના ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલોઅર્સઃ વિરાટે અનુષ્કા સાથેના લગ્નનો ફોટો શેર કરતા ૪૫ લાખથી વધુ લાઈકસ અને દોઢ લાખ લોકોએ કોમેન્ટ્સ કરી હતી

ફોટો શેરીંગ વેબસાઈટ ઈન્સ્ટાગ્રામે જયારે ભારતમાં ઈન્સ્ટાગ્રામ અવોર્ડની ઘોષણા કરી હતી તો એમાં પણ વિરાટ કોહલી નંબર વન સાબિત થયો હતો. વિરાટને મોસ્ટ એન્ગેજડ અકાઉન્ટનો એવોર્ડ મળ્યો હતો. વિરાટની પોસ્ટને મળતી લાઈકસ અને કમેન્ટ્સ સૌથી વધુ છે. આ મામલે તેણે બોલીવૂડની તમામ સેલીબ્રીટીને પાછળ મૂકી હતી. સમગ્ર વિશ્વમાં ઈન્સ્ટાગ્રામના ૮૦ કરોડ યુઝર છે. ભારતમાં અંદાજે ૫ કરોડ યુઝર છે. ભારતમાં દિપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ૨,૨૪,૫૪,૨૩૦ ફોલોઅર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર વિરાટના ૧ કરોડ ૯૮ લાખ ફોલોઅર્સ છે. સોશ્યલ મીડિયામાં થનારી કમાણીને મામલે વિરાટ ભારતનો સૌથી મોંઘો ખેલાડી છે. અમેરીકાના બિઝનેસ - મેગેઝીન 'ફોર્બ્સ'ના રીપોર્ટ મુજબ ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટથી વિરાટને અંદાજે ૩.૨ કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ કમાણી તેની પોસ્ટ પર થનાર યુઝર એન્ગેજમેન્ટ અને એડને કારણે થાય છે. વિરાટે અનુષ્કા શર્મા સાથેનો લગ્નનો જે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો એને ૪૫ લાખ કરતા વધુ લાઈકસ અને અંદાજે ૧.૫ લાખ કમેન્ટ્સ આવી હતી.

(4:19 pm IST)