Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

શમીએ શરૂ કરી પ્રેકિટસ

શમી અને તેની પત્નિ વચ્ચે ચાલતા વિવાદમાં દરરોજ એક નવો વળાંક આવે છે. તાજેતરમાં જ કલકતા પોલીસ શમીના પરીવારની પૂછપરછ માટે ઉત્તરપ્રદેશના અમરોહીમાં આવેલા તેના ઘરે પણ પહોંચી હતી. આ તમામ પરેશાનીને કારણ શમી લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતો. તેણે આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમવાનુ છે એથી તેણે આ તમામ પરેશાનીઓ વચ્ચે ફરી એકવાર ગાઝીયાબાદના  ક્રિકેટ મેદાનમાં પ્રેકટીસ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટીકરપ્શન યુનિટની તપાસના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આઈપીએલમાં રમી શકશે કે નહિં.

(4:29 pm IST)