Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મુથૈયા મુરલીધરન, બ્રાયન લારા,અને સાયમંડ્સ સહિતના દિગ્ગ્ગ્જ ખેલાડીઓ અમદાવાદ આવશે : જીપીએલમાં રમશે

રાજકોટમાં છ અને અમદાવાદમાં પાંચ મેચ રમાશે : સૂરત ફાઇનલ સહિત સૌથી વધુ સાત મેચની મેજબાની કરશે

 

અમદાવાદ :ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આધારિત ટી-20 ટૂર્નામેન્ટ ગુજરાત પ્રીમિયર લીગ (જીપીએલ)નું આયોજન 28 મેથી 10 જૂન સુધી કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુથૈયા મુરલીધરન, બ્રાયન લારા,અને સાયમંડ્સ સહિતના દિગ્ગ્જ ભાગ લેશે. ગુજરાતમાં ક્રિકેટ પ્રતિભાઓને આગળ લાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાની તક આપવા માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

   જીપીએલમાં ટીમ ભાગ લેશે અને ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત રંગારંગ ઉદ્દઘાટન સમારંભથી થશે. 12 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં પૂર્વ ભારતીય ખેલાડી, 18 આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ખેલાડી સામેલ થશે. દરેક ટીમમાં એક પૂર્વ ભારતીય ક્રિકેટર, ત્રણ પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, ત્રણ નવોદિત ખેલાડી અને ઘરેલુ ખેલાડી સામેલ થશે,
  
ટી-20 ટૂર્નામેન્ટમાં મોહમ્મદ કૈફ, ઓવેસ શાહ, હર્ષલ ગિબ્સ, મખાયા નતિની, મુથૈયા મુરલીધરન, બ્રાયન લારા, એન્ડ્ર્યૂ સાયમંડ્સ, એલેસ્ટર કેમ્પબેલ, રિકાર્ડો પાવેલ, ટીનો બેસ્ટ, મેથ્યૂ હોગાર્ડ, ચાલ્સ કોવેંટ્રી, ફરવીકા મહારૂફ, ચામરા સિલ્વાસ અજંતા મેન્ડિસ, પોલ એડમ્સ, જસ્ટિન કેમ્પ અને રમેશ પોવાર જેવા ખેલાડી ભાગ લેશે.

   ટૂર્નામેન્ટની મેચ સૂરત, અમદાવાદ અને રાજકોટમાં રમાશે. સૂરત ફાઇનલ સહિત સૌથી વધુ સાત મેચની મેજબાની કરશે. રાજકોટમાં અને અમદાવાદમાં પાંચ મેચ રમાશે. વિજેતાને 51 લાખ રૂપિયા અને રનર્સઅપને 21 લાખ રૂપિયા મળશે. ભાગ લેનારી ટીમને 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે.

(1:34 am IST)