Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તો તેનાથી સૌથી વધુ નુકશાન ભારતને જ થશે: સુનિલ ગવાસ્કર

નવી દિલ્હી: કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આત્મઘાતી આતંકી હૂમલા બાદ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની વન ડે ન રમવી જોઈએ તેવી માગ પ્રબળ બનતી જાય છે. જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે, જો વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તો તેનાથી સૌથી વધુ નુકશાન ભારતને જ થશે. ભારતે મેચનો બહિષ્કાર કરવાને બદલે તેના કરતાં ક્રિકેટના મેદાને જંગમાં પાકિસ્તાનને કારમો પરાજય આપવો જોઈએ. અગાઉ ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે પણ કહ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટસમાં આ પ્રકારે કોઈ મેચનો બહિષ્કાર કરવો આસાન હોતો નથી. જો આમ કરવામાં આવે તો ભારતે તેની સજા કે દંડ ભોગવવાની પણ તૈયારી રાખવી જોઈએ. હરભજન સિંઘે મીડિયામાં જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન સામેની વર્લ્ડકપ મેચનો ભારે બહિષ્કાર કરવો જોઈએ. હવે તેના નિવેદનને ગાંગુલીએ પણ સમર્થન આપ્યું છે. જોકે ગાવસ્કરે પોતાનું અલગ મંતવ્ય રજુ કર્યું છે. ગાવસ્કરે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપની મેચ રમવાનો ઈનકાર કરે તો કોણ જીતશે ? તેનો જવાબ તમે જ આપો.  હું સેમિ ફાઈનલ કે ફાઈનલની વાત નથી કરતો. માત્ર ગૂ્રપ સ્ટેજની મેચમાં ભારત જો પાકિસ્તાન સામે નહિ રમે તો આઇસીસીના પરીણામમાં તો પાકિસ્તાનને વિજેતા દર્શાવવામાં આવશે અને તેમને બે પોઈન્ટ્સ મળશે. ગાવસ્કરે પાકિસ્તાનના વડાપ્રધાન અને ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાનને અપીલ કરી કે, તેણે ભારત સાથેના સંબંધો સુધારવા પગલાં લેવા જોઈએ. 

 

 

(6:05 pm IST)