Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પાકિસ્તાનને કરો વર્લ્ડ કપની બહાર

ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીને ઈમેલ મોકલ્યો : ભારત મેચ નહીં રમે તો ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે મેચના પૂરા પોઇન્ટ્સ પાકિસ્તાનને મળી જશે : જોકે શકિતશાળી ટીમ ઇન્ડિયાને એનાથી ખાસ કંઈ નુકસાન નહીં થાય

પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા પછી ક્રિકેટના મેદાન પર પણ ભારતે પાકિસ્તાનને દ્યેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર રાહુલ જૌહરીએ આઈસીસીને ઇમેલ કરીને પાકિસ્તાનને આગામી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં ભાગ ન લેવા દેવાની વિનંતી કરી હતી. પાકિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે અને ભારતના નિર્દોષ સૈનિકો શહીદ થઈ રહ્યા છે. ભારતીય બોર્ડે આઈસીસીને ચોખ્ખું જણાવ્યું છે કે ભારત દેશમાં પાકિસ્તાનવિરોધી માહોલ છે અને ભારત આતંકવાદ બાબતે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી.

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને માન્ચેસ્ટરમાં મેચ રમાવાની છે. ટુર્નામેન્ટની લોકપ્રિયતા વધારવા માટે આઈસીસી દરેક ટુર્નામેન્ટની લીગ રાઉન્ડમાં અચૂક ભારત-પાકિસ્તાન મુકાબલો ગોઠવે છે. જો ભારત પાકિસ્તાન સામે મેચ નહીં રમે તો ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે પાકિસ્તાનને મેચના બે પોઇન્ટ્સ મળી જશે. જોકે વિરાટ કોહલીની ટીમ મજબૂત છે એટલે તેને પોઇન્ટ્સ ગુમાવવાથી ખાસ કંઈ નુકસાન નહીં થાય.(૩૭.૯)

(2:58 pm IST)