Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભારતે પાકિસ્તાનના બે શૂટરોને વિઝા આપવાની ના પાડી દીધી

દિલ્હીમાં ચાલી રહેલ શૂટીંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના બે ખેલાડીઓને પ્રવેશ કરવા જ ન દીધોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સંઘને મરચું લાગ્યુ

નવી દિલ્હી, તા. ૨૨ : પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દિલ્હીમાં ચાલી રહેલ શૂટીંગ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનો બે શૂટરોના વિઝા આપવામાં આવ્યા નથી. જેના લીધે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સંઘે ભવિષ્યમાં યોજાનાર તમામ ગ્લોબલ સ્પોટ્ર્સ ઈવેન્ટ જે ભારતમાં રમાનાર હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટીએ કહ્યું કે ભારત સરકાર અને ઓથોરીટી પાકિસ્તાની દળને ઈવેન્ટમાં પહોંચાડી ન શકી. ત્યારબાદ આઈઓસી એકિઝકયુટીવ બોર્ડે નિર્ણય લીધો છે કે ભારત સાથે ભવિષ્યમાં થનાર કોઈપણ ગ્લોબલ અને ઓલિમ્પિક ઈવેન્ટ ઉપર કોઈપણ પ્રકારની વાતચીત નહિં થાય. ઈન્ટરનેશનલ કમીટીએ કહ્યું હતું કે અમોને લેખિતમાં આશ્વાસન આપવામાં આવશે ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

આઈ.ઓ.સી.એ અન્ય કોઈ ઈવેન્ટ યોજવા માટે પણ મનાઈ કરવાની માંગણી કરી હતી. આતંકી હુમલા બાદ પાકિસ્તાનના નિશાનેબાજોનો વિઝા આપવામાં ન આવતા દિલ્હીમાં યોજાનાર વર્લ્ડકપ માટે ૧૬ ઓલિમ્પિક કોટામાંથી પણ નામ પરત મોકલી દેવામાં આવ્યું છે.

ભારત માટે આ ઝાટકા સમાન છે. કારણ કે ભારતીય ઓલિમ્પિક સંઘે ૨૦૨૬ યુથ ઓલિમ્પિકસ, ૨૦૩૦ એશિયન ગેમ્સ અને ૨૦૩૨ ઓલિમ્પિકસ ભારતમાં યોજવામાં રોડમેપ તૈયાર કરી રહ્યું હતું.(૩૭.૯)

(2:57 pm IST)