Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પરમવિશિષ્ટ સેવા મેડલનો અવોર્ડ મેળવનાર લેફ્ટન્ટ જનરલ રવિ થોડગે નિમાયા વહીવટદારોના નવા સભ્ય

ભારતીય ક્રિકેટ બોર્ડને ચલાવી રહેલા વહીવટદારોની પૈનલમાં લેફ્ટન્ટ જનરલ રવિ થોડગેનો ત્રીજા સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એપેકસ કોર્ટે બનાવેલી વહીવટદારોની પેનલમાં ચેરમેન વિનોદ રાય અને ભૂતપૂર્વ વિમેન્સ ક્રિકેટર ડાયના એદલજીનો સમાવેશ થાય છે.

લેફ્ટન્ટ જનરલ રવિ થોડગેને ડિફેન્સમાં 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તે પંજાબ, નોર્થ-ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર-ઇન્સર્જન્સી ઓપરેશનમાં સામેલ હતા. ૧૯૭૭માં ફર્સ્ટ ગોરખા રાઇફલ્સ અને કારગિલ યુદ્ઘમાં પાંચમી બટાલિયન રેજિમેન્ટમાં સામેલ હતા. સ્પ્રીમ કોર્ટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટના રિટાયર જજ ડી. કે. જૈનની ભારતીય ક્રિકેટ બોર્ડના ઓમ્બઝમેન તરીકે નિમણૂક કરી હતી.(૩૭.૯)

(2:56 pm IST)