Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

WWFના પહેલવાનો ભારત આવશે : શનિવારે રાજસ્થાનમાં ધ ગ્રેટ ખલીનો લાઈવ રેસલીંગ શો

વર્લ્ડ રેસલીંગ એન્ટરટેઈનમેન્ટ (ડબલ્યુડબલ્યુએફ)ના પહેલવાનો પ્રથમ વખત રાજસ્થાનના ઉદયપુર ખાતે લાઈવ ફાઈટ કરનારા છે. આ ઈવેન્ટમાં દુનિયાભરના તેમજ ભારતના પહેલવાનો ભાગ લેનાર છે. ૨૪મીના શનિવારે ૬ કલાક અને ૨૦ મિનિટ ચાલનારી આ ઈવેન્ટમાં ૨૦થી ૨૫ ફાઈટ જોવા મળશે. જેમાં ભારતના ખલીની એકેડમીના પહેલવાનો અને વિદેશી પહેલવાનો મુકાબલો કરશે. ભારતમાંથી પ્રથમ વખત મહિલા પહેલવાનો પણ લેનાર છે : આ ઈવેન્ટમાં કયા કયા ખેલાડીઓ ભાગ લેનાર છે તે અંગે હજુ પસંદગી થઈ નથી : પરંતુ ખલીએ કહ્યુ કે હું કેપ્ટન છું અને કેપ્ટન પાછળ રહી શકે નહી તે મુજબ હું પણ તેમાં ભાગ લેવાનો છું : આમ ભારતના દર્શકો પ્રથમ વખત ખલીને મુકાબલો કરતા નિહાળશે.

(3:47 pm IST)