Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દિકરીને જન્મ આપ્યા બાદ સેરેનાએ બહુ નજીકથી કર્યો મૃત્યુનો અનુભવ

સમગ્ર વિશ્વમાં ગર્ભવતી મમ્મીઓને રાહતના દરે યોગ્ય સારવાર મળી રહે એવી વ્યવસ્થા માટે કરી અપીલ

અમેરીકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સના જીવનમાં ગયા વર્ષે પોતાની પહેલી દિકરીના જન્મ બાદ તરત એવો સમય આવ્યો હતો જયારે લોહીના ટીપા જામી જવાને કારણે તે એક સમયે જીવન - મરણ વચ્ચે ઝીલા ખાઈ રહી હતી. સેરેનાએ આ વાત એક ઈન્ટરવ્યુમાં કરી હતી.

દિકરી ઓલિમ્પિયાના જન્મ બાદ તેના ફેફસાની ધમનીઓમાં લોહીના ટીપા ઝામી જવાને લીધે તેણે બહુ નજીકથી મૃત્યુનો અનુભવ કર્યો હતો.

સેરેનાએ કહ્યુ હતું કે હું મારી દિકરીને જન્મ આપ્યા બાદ લગભગ મરી ગઈ હતી. દિકરીને જન્મ આપતી વખતે તેના હૃદયના ધબકારા ઓછા થઈ ગયા હતા અને ઈમર્જન્સી જેવી સ્થિતિમાં સીઝેરીયન સેકશન સર્જરી કરવામાં આવી હતી અને એ ઓપરેશન સફળ રહ્યુ હતું. તે એ વાત સમજી શકે એ પહેલા તેના ખોળામાં એક સુંદર બાળકી હતી.

સેરેનાએ પોતાના ભયાનક અનુભવ વિશે વાત કરતા કહ્યુ હતું કે મમ્મી બન્યાના માત્ર ૨૪ કલાક બાદ જે કંઈ થયુ એને કારણે ત્યારબાદના ૬ દિવસ બહુ ખરાબ ગયા. ફેફસાની એક કે વધુ ધમનીઓમાં લોહીના ટીપા જામી ગયા હતા. ડોકટરોએ તરત સારવાર શરૂ કરી હતી. ઘરે પહોંચ્યા બાદ છ અઠવાડીયા સુધી ખાટલા પર જ પડી રહી હતી. જો ડોકટરોએ યોગ્ય સમયે સારવાર ન કરી હોત તો હું આજે જીવતી ન હોત.

(3:40 pm IST)