Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે

ટીમ ઈન્ડિયાનું ફિટનેસ સ્તર વધારવા પ્રયાસ : ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝડપી બોલર્સને બે કિમીની દોડ ૮ મિનિટ ૧૫ સેકન્ડમાં પૂરી કરવી પડશે

નવી દિલ્હી, તા. ૨૨ : ટીમ ઇન્ડિયાની ફિટનેસને એક અલગ સ્તરે લઇ જવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એક નવા પ્લાન પર કામ કરી રહ્યું છે. જેમાં શારીરિક રીતે ખેલાડીઓને વધુ મજબૂત બનાવવા પર ફોક્સ કરવામાં આવશે. હવે બીસીસીઆઇ કોઇ પણ ખેલાડીની ટીમમાં પસંદગી ત્યારે કરશે જ્યારે તે બે કિલોમીટરની દોડ લગભગ મિનિટ અને ૩૦ સેકેન્ડની અંદર પૂરી કરશે.

બીસીસીઆઇના એક સૂત્રએ માહિતી આપતાં કહ્યું કે, બોર્ડને લાગ્યું કે હાલના ફિટનેસ ધોરણોએ આપણી ફિટનેસને અલગ સ્તરે પહોંચાડવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. હવે ફિટનેસ સ્તરને બીજા સ્તરે લઇ જવું મહત્વપૂર્ણ છે. આટલું નહીં, આમાં બોર્ડ દર વર્ષે ધોરણોને અપડેટ પણ કરતું રહેશે.

નવી પ્રથા પ્રમાણે, ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝડપી બોલર્સને બે કિલોમીટરની દોડ મિનિટ ૧૫ સેકન્ડમાં પૂરી કરવી પડશે. જ્યારે વિકેટકીપર, બેસ્ટમેન અને સ્પિન બોલર્સને આમાં થોડી રાહત આપવામાં આવી છે. તેમણે દોડ મિનિટ ૩૦ સેકન્ડમાં પૂરી કરવી પડશે.

અંગે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે પહેલાં સહમતી આપી હતી. જ્યારે અંગે ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં માહિતગાર કરાયા હતા. ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ-સપ્ટેમ્બરની વિન્ડોમાં લઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં જે ખેલાડી ટીમ ઇન્ડિયાનો ભાગ હતા તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવર્સ ક્રિકેટ ટીમમાં આવતાં પહેલાં નવા ટેસ્ટમાંથી પસાર થવું પડી શકે છે.

(7:42 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST