Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લા લીગામાં બાર્સીલોનાએ 3-1થી લેગાનેસને કરી પરાસ્ત

નવી દિલ્હી:સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં પ્રથમ સ્થાને રહેલી બાર્સેલોનાએ લેગાનેસને ૩-૧થી પરાજય આપી બીજા સ્થાને રહેલી એટલેટિકો મેડ્રિડ સામે પાંચ પોઇન્ટની લીડ મેળવી લીધી છે. લેગાનેસ સામેની મેચમાં બાર્સેલોના તરફથી ઓસ્માન ડેમ્બેલે, સુઆરેઝ અને મેસ્સીએ ૧-૧ ગોલ કર્યા હતા જ્યારે લેગાનેસ તરફથી બ્રાથવેટે એક માત્ર ગોલ કર્યો હતો. બાર્સેલોનાએ આ જીત મેળવતાં તેણે તમામ સ્પર્ધામાં સતત સાતમો વિજય મેળવ્યો હતો. ઓસ્માન ડેમ્બેલેએે ૩૨મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. બાર્સેલોનાએ પ્રથમ હાફ સુધી લીડ જાળવી રાખી હતી પરંતુ બીજા હાફમાં ૫૭મી મિનિટે માર્ટિન બ્રાથવેટે ગોલ કરી લેગાનેસને ૧-૧ની બરાબરી અપાવી હતી. બંને ટીમો બરાબરી પર હતી ત્યારે લિયોનેલ મેસ્સી મેદાન પર ઊતર્યો હતો. દરમિયાન મેચની ૭૨મી મિનિટે લુઇસ સુઆરેઝે ગોલ કરી બાર્સેલોનાને ૨-૧ની લીડ અપાવી હતી જ્યારે લિયોનેલ મેસ્સીએ સ્ટોપેજ ટાઇમમાં ૯૦+૨ મિનિટે ગોલ કરી બાર્સેલોનાને ૩-૧થી જીત અપાવી હતી. બાર્સેલોનાએ આ વિજય મેળવ્યો હતો પરંતુ ટીમ તરફથી પ્રથમ ગોલ કરનાર ઓસ્માન ડેમ્બેલેની ઈજાએ ટીમની ચિંતા વધારી દીધી છે.

 

 

(6:26 pm IST)