Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડવામાં સાઉથ આફ્રિકાનો આ ખેલાડી થયો સફળ

નવી દિલ્હી:સૌથી ઝડપી સદી ફટકારવાનો વિરાટ કોહલીને રેકોર્ડ સાઉથ આફ્રિકાના ઓપનર બેટ્સમેન હાશિમ અમલાએ તોડી નાંખ્યો છે. પાકિસ્તાન સામેની વન ડેમાં અમલાએ 108 રનની નોટઆઉટ ઈનિંગ રમીને સૌથી ઝડપી 27 સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.અમલાએ 167 ઈનિંગમાં 27 સદી ફટકારી છે.જ્યારે કોહલીએ 169 ઈનિંગમાં આટલી સદી ફટકારી છે.આ પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ અમલાએ કોહલીને પાછળ છોડીને બનાવ્યો હતો.અમલાએ 12 વન ઈનિંગ બાદ સદી ફટકારી છે.જોકે આ સદી સાઉથ આફ્રિકાને મેચ જીતાડી શકી નહોતી.ધીમી પીચ પર સાઉથ આફ્રિકાએ 266 રન બનાવ્યા હતા.પાકિસ્તાને પાંચ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી હતી.પાંચ મેચની સિરિઝમાં હવે પાકિસ્તાન 1-0થી આગળ છે.71 રનની ઈનિંગ રમનાર મહોમ્મદ હાફીઝને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

 

 

(6:25 pm IST)