Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાને પાકિસ્તાનએ 5 વિકેટથી આપી માત

નવી દિલ્હી:અમલાની ફાસ્ટેસ્ટ ૨૭મી સદીના રેકોર્ડની ઉજવણીમાં ભંગ પાડતાં પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન ડેમાં પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૨૬૭ના ટાર્ગેટને પ્રવાસી ટીમે ૪૯.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે તેમણે પાંચ વન ડેની શ્રેણીમાં ૧-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. પાકિસ્તાન તરફથી ૬૩ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૭૧ રન ફટકારનારા હાફિઝને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તે અગાઉ ઓપનર ઈમામે ૮૬ રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરો ખાસ પ્રભાવ પાડી શક્યા નહતા અને એકમાત્ર ઓલિવિયરે બે વિકેટ ઝડપી હતી. હવે ૨૨મીને મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યાથી શ્રેણીની બીજી વન ડે મેચ રમાશે.

 

(6:24 pm IST)