Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ICCએ જાહેર કરી મેન્સ વન-ડે અને ટેસ્ટ ટીમ: કોહલી કેપ્ટ્ન : જસપ્રીત બંને ફોર્મેટમાં સમાવેશ :કુલદીપ- પંતને મળ્યું સ્થાન

દુબઈ:ઇન્ટરનેશનલ કિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ ૨૦૧૮ની મેન્સ ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરાઈ છે

 ICCએ જાહેર કરેલી આ ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે અન્ય ખેલાડીઓનો સમાવેશ કરાયો છે કોહલીને વન-ડે અને ટેસ્ટ ટીમ એમ બંને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ICCની બંને ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રોહિત શર્મા અને કુલદીપ યાદવનો ODI ટીમમાં તેમજ ઋષભ પંતનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.

ICC ટેસ્ટ ટીમ ૨૦૧૮ : ટોમ લથામ (ન્યુઝીલેન્ડ),દિમુથ કરુણારત્ને (શ્રીલંકા),કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ),વિરાટ કોહલી - કેપ્ટન (ભારત), હેન્રી નિકોલ્સ (ન્યુઝીલેન્ડ),ઋષભ પંત - વિકેટકીપર (ભારત) ,જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ),કગિસો રબાડા (સાઉથ આફ્રિકા) ,. નાથન લાયન (ઓસ્ટ્રેલિયા) ,જસપ્રીત બુમરાહ (ભારત) ,મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન)

ICC ટેસ્ટ ટીમ ૨૦૧૮ : રોહિત શર્મા (ભારત) ,જોની બેરસ્ટો (ઈંગ્લેંડ) ,વિરાટ કોહલી - કેપ્ટન (ભારત), જો રૂટ (ઈંગ્લેંડ) ,રોસ ટેલર (ન્યુઝીલેન્ડ),જોસ બટલર - વિકેટકીપર (ઈંગ્લેંડ),બેન સ્ટોક્સ (ઈંગ્લેંડ) ,મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ),રાશિદ ખાન (અફઘાનિસ્તાન), કુલદીપ યાદવ (ભારત),જસપ્રીત બુમરાહ (ભારત)

કગિસો રબાડા (સાઉથ આફ્રિકા)  નાથન લાયન (ઓસ્ટ્રેલિયા)  જસપ્રીત બુમરાહ (ભારત) મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન)

(2:38 pm IST)
  • રાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પી,એસ,આઈ,ની બદલીનો ઘાણવો કાઢતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા access_time 9:03 pm IST

  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST