Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરનો CEAT સાથે કરાર :કરારબદ્ધ કૌર ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર

હરમનપ્રીતે CEAT સાથે બે વર્ષનો કરાર કર્યો: હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાં CEATના લોગોવાળા બેટ સાથે રમશે.

 

નવી દિલ્હી :ભારતને આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હરમનપ્રીત કૌરની સાથે CEAT કરાર કર્યા છે. હરમનપ્રીત સાથે બેટ એન્ડોર્સમેન્ટ કરાર કરનાર ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની  છે. હરમનપ્રીતે CEAT સાથે બે વર્ષનો કરાર કર્યો છે.પુરુષ ક્રિકેટરોમાં રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને ઇશાન કિશન જેવા બેટ્સમેનો પણ CEAT સાથે કરારબદ્ધ છે

  . હરમનપ્રીત કૌર હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાં CEATના લોગોવાળા બેટ સાથે રમશે. જોકે, બે વર્ષ માટે CEAT દ્વારા કેટલા રૂપિયાનો કરાર કરાયો છે તેની માહિતી જાહેર કરી નથી

(11:35 pm IST)