Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ભારતીય હોકી ટીમે ન્યુઝીલેન્ડને 3-1થી આપી માત

નવી દિલ્હી: ન્યુઝિલન્ડમાં રમાઈ રહેલ હોકી ટૂર્નામેન્ટમાં આજે સવારે ભારતીય ટીમે ન્યુઝિલેન્ડને -૧થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત માટે મેચમાં હરમનપ્રિતસિંહ, દિલપ્રિતસિંહ અને મનદીપસિંહે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે ન્યુઝિલેન્ડ તરફથી એકમાત્ર ગોલ કૈન રસલે કર્યો હતો. હવે ટૂર્નામેન્ટની ફાઈનલમાં આવતીકાલે ભારતની ટક્કર ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા બેલ્જિયમ સામે થશે. બેલ્જિયમે જાપાનને -૧થી હરાવીને ફાઈનલમાં જગ્યા પાકી કરી છે. 

 

યજમાન ન્યુઝિલેન્ડે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવા આજે ભારત સામેની મેચ ડ્રો કરવાની જરુર હતી. પરંતુ વર્લ્ડ રેકીંગમાં છઠ્ઠા ક્રમે રહેલ ટીમ ઈન્ડિયા ન્યુઝિલેન્ડ પર ભારે પડી ભારતે મેચની બીજી મિનિટે ગોલ ફટકારી સરસાઈ મેળવી લીધી હતી. હરમનપ્રિતે પેનલ્ટી કોર્નરનો લાભ લઈ ગોલ કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં મેચની ૨૧મી મિનિટે દિલપ્રિતસિંહે ગોલ કરીને ભારતની સરસાઈ -૦ની કરી દીધી હતી. મેચના પ્રથમ હાફમાં ન્યુઝિલેન્ડની ટીમ -૦થી પાછળ ધકેલાઈ ગઈ હતી. બીજા હાફમાં કિવી ટીમે વાપસી કરવા અનેક પ્રયત્નો કર્યા હતા. તે ભારતના ડિફેન્સને ભેદવા માટે પ્રયત્ન કરતી નજરે પડી હતી. જોકે, તેમ છતા જોઈએ તેવી સફળતા મળી નહતી. જોકે દરમિયાન મેચની ૪૫મી મિનિટમાં કૈન રસેલે ગોલ ફટકારી મેચમાં ન્યુઝિલેન્ડનુ ખાતુ ખોલ્યુ હતું. 

(5:06 pm IST)