Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

નવી સીઝનની શરૂઆત કોચ વગર કરશે ટેનિસ ખેલાડી કીર્ગીઓસે

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના યુવા ટેનિસ સ્ટાર કિર્ગીઓસે નવી સિઝનનો પ્રારંભ કોચ વિના કરવાની જાહેરાત કરી દીધી છે. ૨૨ વર્ષીય કિર્ગીઓસ હાલ પાર્ટ ટાઈમ કોચ તરીકે ફ્રાન્સના ભૂતપૂર્વ ખેલાડી સેબાસ્તીયન ગ્રોસ્જીયનની સેવા લઈ રહ્યો છે.ટેનિસ સિઝનની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની તૈયારીઓ કિર્ગીઓસે શરૃ કરી દીધી છે.બ્રિસબેનમાં કિર્ગીઓસના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં તેની સાથે તેની ગર્લફ્રેન્ડ એજ્લા ટોમ્લ્જાનાનોવિચ સાથે જોવા મળ્યો હતો.

(8:48 pm IST)