Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

પ્રથમ વનડેમાં ન્યઝીલેન્ડે પાંચ વિકેટથી માત આપી વેસ્ટઇંડીઝને

નવી દિલ્હી:બ્રેસવેલે ચાર અને ટોડ એસ્ટલે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ વોકરના ૫૭ તેમજ મુનરો (૪૯) અને ટેલર (૪૯*)ની ઈનિંગને સહારે ન્યુઝીલેન્ડે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૪ બોલ બાકી હતા, ત્યારે પાંચ વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો હતો. જીતવા માટેના ૨૪૯ના પડકારને ન્યુઝીલેન્ડે ૪૬ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. બ્રેસવેલને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને ન્યુઝીલેન્ડે ત્રણ વન ડેની શ્રેણીમાં -૦થી સરસાઈ પ્રાપ્ત કરી હતી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને વિન્ડિઝને બેટીંગમાં ઉતાર્યું હતુ. વિન્ડિઝ તરફથી ઓપનર લુઈસે ૭૬ અને રોવમાન પોવેલે ૫૯ રન કર્યા હતા.

(7:16 pm IST)