Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વર્તમાનમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી લિયોનેલ મેસી: રિવાલ્ડો

નવી દિલ્હી: બ્રાજીલ ફૂટબોલ દિગ્ગ્જ રિવાલ્ડો નું કહેવું છે કે આર્જેટીનાનો ખેલાડી લિયોનેલ મેસી વર્તમાનમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. અને જો મને તક મળશે તો હું જરૂર મેસી સાથે રમવાનું પસંદ કરીશ,

એક વેબસાઈટ સાથે વાત કરતા મિડફિલ્ડર રિવાલ્ડોએ કહ્યું કે હું મેસી સાથે રમવા માંગુ છું. મારા માટે સારી એવી તક હશે.વર્તમાનમાં મેસી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. બ્રાજીલ માટે 45 વર્ષીય રિવાલ્ડોએ 1993થી 2003 વચ્ચે 74 મેચો રમી અને તેમાં 35 ગોલ કર્યા છે.

(7:14 pm IST)