Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

બેડમિન્ટનના બી. ડબલ્યુ. એફના ભરચક કાર્યક્રમો ટોચના ખેલાડીઓના હિતમાં નથી

ભારતની ટોચની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે 'શ્રમિક' આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે બી.ડબલ્યુ.એફ. (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન)ની આલોચના કરતા કહ્યું કે આગામી વર્ષનો બી.ડબલ્યુ.એફ.નો આગામી કાર્યક્રમ ભરચક્ક છે જે ટોચના ખેલાડીઓના હિતમાં નથી. કાર્યક્રમમાં ઓછામાં ઓછી ૧૨ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લેવાનુ ફરજીયાત બનાવવાનુ છે. પી.બી.એલ. પછી ત્રણ સ્પર્ધા રાખવામાં આવી છે અને ફરી વર્લ્ડ ચેમ્પિયનશીપના પહેલા ત્રણ સુપર સીરીઝની સ્પર્ધા રમાનાર છે, જે ખેલાડીઓ માટે થકાણભર્યુ અને પડકાર રૂપ છે.

(11:33 am IST)