Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

જોકોવિચનું સાતમું એટીપી ટાઈટલ, ૪૦૦મું અઠવાડિયું નંબર- વન પર

નવી દિલ્‍હીઃ સર્બિયાના નોવાક જોકોવિચે ઈટલીના યાનિક સિનરને ફાઈનલમાં ૬-૩, ૬-૩થી હરાવીને સતત સાતમી સીઝનમાં એટીપી ફાઈનલ્‍સનું ટાઈટલ જીતી લીધું હતું. જોકોવિચ આ મેચમાં એક તબકકે એકધારા ૧૪ પોઈન્‍ટ જીત્‍યો હતો.

જોકોવિચ સતત આઠમી વખત વર્ષના અંતે નંબર-વનના રેન્‍ક પર છે, જે વિશ્વવિક્રમ છે. તેનું નંબર- વન તરીકેનું ૪૦૦મું અઠવાડિયું છે અને આ સિધ્‍ધિ મેળવનાર પણ તે એકમાત્ર ટેનિસ ખેલાડી છે. એકમાત્ર રોજર ફેડરર ૩૦૦- પ્‍લસ અઠવાડિયાં નંબર- વન પર હતો અને જોકોવિચ ઘણા સમય પહેલાં તેનો રેકોર્ડ તોડીને ૪૦૦ના મેજિક ફિગર પર પહોંચી ગયો છે.

(4:49 pm IST)