Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઈડન ગાર્ડન ખાતે ભારતે ૧૯૩૪માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી

સ્વતંત્રતા બાદ પ્રથમ ટેસ્ટ ૧૯૪૮માં રમી હતી : ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ૪૧ ટેસ્ટ મેચ પૈકી ૧૨ ટેસ્ટ મેચમાં જીત મેળવી, જયારે નવમાં તેની હાર થઈ

કોલકત્તા,તા. ૨૧ : કોલક્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ભારતે આ મેદાન ખાતે તેની પ્રથમ ટેસ્ટ મેચ જાન્યુઆરી ૧૯૩૪માં રમાઇ હતી.

ઇંગ્લેન્ડની સામે આ ટેસ્ટ મેચ રમાઇ હતી. બીજી વખત વર્ષ ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ અહીં ૧૯૪૮માં રમી હતી. વર્ષ ૧૯૪૮માં વેસ્ટ ઇન્ડિઝની સામે રમાયેલી આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેદાન પર ભારતને પ્રથમ જીત કરવા માટે આશરે ૩૦ વર્ષની રાહ જોવી પડી હતી. ભારતે અહીં પોતાની પ્રથમ ટેસ્ટ જીત જાન્યુઆરી ૧૯૬૨માં મેળવી હતી. એ વખતે ટીમ ઇન્ડિયાએ પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ પર ૧૮૭ રને જીત મેળવી હતી.

ટીમ ઇન્ડિયા દ્વારા આ મેદાનમાં હમેંશા જોરદાર દેખાવ કરવામાં આવ્યો છે. જો કે તેની જીત ઓછી રહી છે. આ મેદાન કેટલીક યાદગાર ટેસ્ટ મેચ માટે સાક્ષી તરીકે છે. આંકડા પર નજર કરવામાં આવે તો અહીં ભારતે હજુ સુધી કુલ ૪૧ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી ૧૨માં તેની જીત થઇ છે અને નવ ટેસ્ટ મેચમાં તેની હાર થઇ છે. ૨૦ ટેસ્ટ મેચ આ મેદાન પર ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયાને આ મેદાન પર એક યાદગાર જીત વર્ષ ૧૯૯૮માં મળી હતી. એ વખતે ઓસ્ટ્રેલિયાની સામે એક ઇનિગ્સ અને ૨૧૯ રને ભારતની જીત થઇ હતી. જ્યારે ભારતની આ મેદાન ખાતે સૌથી ખરાબ હાર વેસ્ટ ઇન્ડિઝના હાથે મળી હતી.

(3:35 pm IST)