Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પિચ સારી છે અને હું ઘણો ઉત્સુક છું: ગાંગુલી

કલકત્તાઃ આવતીકાલથી ભારત અને બંગલા દેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલાં જ સૌરવ ગાંગુલીએ પિચની ચકાસણી કરી લીધી છે. આ પહેલી ડે- નાઈટ હોવાને લીધે ઐતિહાસિક મેચ રહેશે. આ વિશે ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ ગાંગુલીએ કહ્યું હતું કે 'પિચ સારી દેખાઈ રહી છે. હું ઘણો ઉત્સુક છું. તમે જોશો તો ખબર પડશે કે શરૂઆતના ચાર દિવસની બધી ટિકીટો વેચાઈ ગઈ છે. ખાલી સ્ટેન્ડ સામે ઈન્ડિયન પ્લેયર્સે રમવું પડે એનો અફસોસ તેમને ન થાય એ જરૂરી છે. આ મેચ ઘણી રોચક હોવાની છે.'

ગાંગુલી ઉપરાંત રવિ શાસ્ત્રીએ પણ ઈડન ગાર્ડન્સની પિચનું નિરીક્ષણ કર્યું હતું.

(3:34 pm IST)