Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પિન્ક બોલથી ટેસ્ટના નવા યુગનો પ્રારંભ : ભારતીય બોલરોની ત્રિપુટી તૈયાર

કોલકતામાં આવતીકાલથી ભારત - બાંગ્લાદેશ વચ્ચે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ : બપોરે ૧ વાગ્યાથી જીવંત પ્રસારણઃ ઈડન ગાર્ડનની પિચ ઉપર બોલ વધુ પડતો સ્વીંગ થાય છે, તમામ ટિકીટો વેચાઈ ગઈ : બાંગ્લાદેશના વડાપ્રધાન પણ મેચ નિહાળવા આવશે

કોલકતા : આવતીકાલ ૨૨મીથી શુક્રવારથી ઐતિહાસિક પીન્ક બોલ વડે રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે આ ભારતીય ત્રિપુટીઓનો ફોટો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને લખ્યુ હતું કે દરેક જણ તૈયાર છે. આ બોલરોની ત્રિપુટી પિન્ક બોલ ટેસ્ટ મેચ માટે તૈયાર છે અને તમે?

આ ફોટોમાં ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પીન્ક બોલ સાથે જોવા મળી રહ્યા છે. ફોટો રીટ્વીટ કરતાં  ઉમેશે કહ્યું હતું કે 'બોલ કોઈ ભી હો, હમ હૈ તૈયાર.'રવિચંદ્રન અશ્વિને આશા વ્યકત કરી છે કે પીન્ક બોલથી રમાનારી આ ટેસ્ટ મેચ દ્વારા ક્રિકેટ જગતમાં એક નવા યુગનો પ્રારંભ થશે. ભારત - બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માટે અનેક ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચને સફળ બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અનેક પ્રયાસ કર્યા છે. આ વિશે અશ્વિને કહ્યંુ હતું કે હું આશા રાખુ છું કે આ મેચથી એક નવો અધ્યાય શરૂ થશે. સ્ટેડિયમ ઓડિયન્સથી ખીચોખીચ ભરેલુ હશે અને ટેસ્ટ ક્રિકેટને ખરેખર આ વાતનો શ્રેય દેવો જોઈએ. મેચ જોવા આવનારાઓને પણ પોતાનું કામ પતાવીને મેચ એન્જોય કરવામાં મજા આવશે. હા, મેચમાં શરૂઆતના સેશન કરતા વચ્ચેના સેશનમાં પ્લેયરોએ સંભાળવુ પડશે કેમ કે ઈડન ગાર્ડન્સમાં બોલ વધારે સ્વીંગ થાય છે.

(12:59 pm IST)