Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઓવલ ટેસ્ટ દિવસ - ૧ પૂર્ણ : ઈંગ્લેન્ડે ટોસ જીતી દાવ લીધો : ૨૪૧/૪

બન્સ ૫૨, ડેનલી ૭૪ રને આઉટઃ સ્ટોકસ ૬૭ રને દાવમાં

ઓવલ : ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતી દાવ લેતા દિવસના અંતે ૯૦ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રન બનાવ્યા છે. ઓપનર બન્સ, ડેનલી અને સ્ટોકસે ફીફટી ફટકારી છે.

 

ઈંગ્લેન્ડના ઓપનરો બન્સ અને સીબ્લીએ સારી શરૂઆત કરી હતી. બન્સ ૫૨, સીબ્લી ૨૨, ડેનલી ૭૪ અને કેપ્ટન જો રૂટ ૨ રન બનાવી આઉટ થયા હતા.

પ્રથમ દિવસ પૂર્ણ થયો ત્યારે ઈંગ્લેન્ડે ૯૦ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રન બનાવી લીધા છે. સ્ટોકસ ૬૭ અને પોપે ૧૮ રને દાવમાં છે. ન્યુઝીલેન્ડના બોલરો ડી ગ્રાન્થ ૨ અને સાઉથી વેગનરે ૧-૧ વિકેટ લીધી છે.

(12:59 pm IST)