Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વિરાટ કોહલીને પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર જાહેર કરાયો

મુંબઈ : ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને તાજેતરમાં પીપલ ફૉર ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (પીટા)ના ભારતના 'પર્સન ઑફ ધ યર' તરીકે જાહેર કરાયો છે. પ્રાણીઓ પ્રત્યેના કોહલીનાં પ્રેમ અને પ્રયત્નોને ધ્યાનમાં રાખીને તેને આ ઉપાધિ આપવામાં આવી છે.

  પ્રાણીઓની સ્થિતિ સુધારવા કોહલીએ પીટાને એક પત્ર પણ લખ્યો હતો જેમાં માલતી નામની હાથણીને મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. આમેર ફોર્ટ પર સવારી કરવા માટે આ હાથણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે કેટલાક લોકો હાથણીને મારી રહ્યા હતા અને એ વિશે કોહલીએ આ પત્ર લખ્યો હતો. બૅન્ગલોરમાં ઈજાગ્રસ્ત અને અગાઉ ઉપેક્ષિત કૂતરાઓની તપાસ માટે કોહલીએ પ્રાણી આશ્રયની મુલાકાત લીધી હતી તેમ જ તેમના ચાહકોને પ્રાણીઓ ખરીદવાને બદલે તેમને દત્તક લેવાનો સંદેશ આપ્યો હતો

  . કોહલી ઉપરાંત અગાઉ કૉન્ગ્રેસના નેતા શશી થરૂર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે. એસ. પાણિકર રાધાકૃષ્ણન અને અનુષ્કા શર્મા, હેમા માલિની, આર. માધવન અને જૅકલીન ફર્નાન્ડિઝને પીટા ઇન્ડિયા પર્સન ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યાં હતાં.

(12:59 pm IST)