Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

T10 લીગઃ મોહમ્મદ શહઝાદે 12 બોલમાં ફટકારી અડધી સદી :17 મિનિટમાં ટીમને અપાવ્યો વિજય

દુબઈમાં રમાયેલા મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે 4 ઓવરમાં જીત અપાવી

 

નવી દિલ્હીઃ અફગાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ શહઝાદે આક્રમક અંદાજમાં રમતા ટી 10  લીગમાં પોતાની ટીમ રાજપૂતને પરફેક્ટ-10 જીત અપાવી છે. સિંધીજ ટીમે 10 ઓવરમાં 6 વિકેટ પર 94 રન બનાવ્યા.હતા રાજપૂત ટીમે 4 ઓવરમા કોઈ વિકેટ ગુમાવ્યા વિના 96 રન બનાવી 10 વિકેટથી જીત મેળવી હતી. મેન ઓફ ધ  મેચ રહેલા મોહમ્મદ શહઝાદ 74 રન બનાવી અણનમ રહ્યો હતો.  

  દુબઈમાં રમાયેલા આ મેચમાં શહઝાદ અને બ્રેન્ડન મેક્કુલમે ઈનિંગની શરૂઆત કરી અને 4 ઓવરમાં જીત  અપાવી દીધી હતી. વિકેટકીપર બેટ્સમેન શહઝાદે 16 બોલની પોતાની તોફાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા  ફટકાર્યા હતા. મેક્કુલમ (21*) 8 બોલ પર 1 ફોર અને બે સિક્સ ફટકારી હતી. 

(12:58 am IST)