Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રો કબડ્ડી લીગ- : મુંબઈ સામે નહિ કરવાનો રેકોર્ડ યથાવત યુ-મુમ્બા સામે 39-35 થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની જીત

અમદાવાદઃ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં યૂ-મુમ્બાને 39-35થી પરાજય આપતા મુંબઈ સામે  ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ગુજરાતની મુંબઈ સામે આ પાંચમી જીત છે. આ જીતની  સાથે ગુજરાતે પોતાનો હોમ ગ્રાઉન્ડમાં આ સિઝનમાં ત્રીજી જીત મેળવી છે. તેનો એક મેચ ટાઈ અને મેચમાં હાર મળી છે. ગુજરાત હવે ગુરૂવારે આ સિઝનનો છેલ્લો મેચ હરિયાણા સ્ટિલર્સ સામે રમશે. 

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ માટે રેડિંગમાં જીતનો હિરો પ્રપંજન રહ્યો, જેણે સુપર 10 પૂરા કર્યા હતા. તો ડિફેન્સમાં  પરવેશ ભૈંસવાલે શાનદાર પ્રદર્શન કરતા 6 પોઈન્ટ મેળવ્યા હતા. મુંબઈ માટે સિદ્ધાર્થ દેસાઈએ સુપર 10 પૂરૂ  કરતા 13 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા હાફમાં ખરાબ રમતને કારણે મુંબઈએ પરાજયનો સામનો કરવો પડ્યો  હતો. 

હાફ ટાઇમ સુધી યૂ-મુમ્બાએ 21-16ની લીડ મેળવી લીધી હતી. બંન્ને ટીમોના ડિફેન્ડર પ્રથમ હાફમાં શાંત રહ્યાં હતા  અને નિશ્ચિત રીતે પ્રથમ હાફમાં મુંબઈના રેડર્સે શાનદાર રમત દેખાડી હતી, જેના કારણે મુંબઈએ ગુજરાત પર  લીડ મેળવી હતી. સિદ્ધાર્થ દેસાઈએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા પ્રથમ હાફમાં 9 પોઈન્ટ લીધા અને  ગુજરાતને ઓલઆઉટ કર્યું હતું

---  

(12:07 am IST)