Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રથમ ટ્વેન્ટીમાં ભારત ઉપર ઓસ્ટ્રેલિયાની ચાર રને જીત

અતિરોમાંચક મેચ ડકવર્થ લુઇસમાં પહોંચી : વરસાદ વિલન બનતા ભારતને મુશ્કેલી નડી : ત્રણ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની લીડ : મેક્સવેલ ૪ છગ્ગા લગાવ્યા

બ્રિસ્બેન, તા. ૨૧ : બ્રિસ્બેનના મેદાન પર આજે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ભારતીય ટીમ તરફથી શિખર ધવને ધરખમ દેખાવ કર્યો હતો અને ૪૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૬ રન ફટકાર્યા હતા અને આશા જગાવી હતી. જો કે કેપ્ટન વિરાટ કોહલી માત્ર ચાર રન કરીને અને રોહિત શર્મા આઠ રન કરીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિકે પણ ૧૩ બોલમાં ૩૦ રન ફટકારીને આશા જગાવી હતી પરંતુ કૃણાલ પંડ્યા, પંત છેલ્લી ઘડીએ ટેન્શન હેઠળ આવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝંપા અને સ્ટેનોઇસે બે-બે વિકેટ ઝડપી હતી. તે પહેલા આજે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૧૭ ઓવરમાં ચાર વિકેટે ૧૫૮ રન કર્યા હતા. સ્ટેનોઇસ ૩૩ રન કરીને નોટઆઉટ રહ્યો હતો જ્યારે મેક્સવેલે ચાર છગ્ગા સાથે ૨૩ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદ વિલન બનતા ડકવર્થ લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના આધાર પર ભારતને જીતવા માટે પડકાર વધી ગયો હતો. ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રન કરવાના હતા. રોહિત શર્મા સસ્તામાં આઉટ થઇ ગયા બાદ વિરાટ કોહલી પણ ફોર્મ મુજબ બેટિંગ કરી શક્યો ન હતો. જ્યારે રાહુલ પણ ૧૩ રન કરીને આઉટ થયો હતો. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં જ ભારતની હાર થઇ હતી. હજુ સુધી ટ્વેન્ટી મેચોની વાત કરવામાં આવે તો આજની મેચ પહેલા બંને ટીમો વચ્ચે ૧૫ મેચો રમાઈ હતી જેમાં ભારતની ૧૦ અને ઓસ્ટ્રેલિયાની ૫ મેચોમાં જીત થઇ હતી. આજે ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે. વર્ષ ૨૦૧૫-૧૬ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની છેલ્લી ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી ક્લિનસ્વીપ કરવામાં સફળતા મેળવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનની સામે ટી-૨૦ શ્રેણીમાં ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહની બોલિંગ આજે પણ શાનદાર રહી હતી. વિરાટ કોહલીએ મેચ પહેલા કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા ધરખમ ફોર્મમાં છે પરંતુ આજની મેચ દરમિયાન ઘણી ખામીઓ દેખાઈ હતી. ઘણા કેચ પણ છુટ્યા હતા.

બ્રિસ્બેન : સ્કોરબોર્ડ (ડકવર્થ લુઇસ)

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

શોર્ટ

કો. કુલદીપ બો. અહેમદ

૦૭

ફિન્ચ

કો. અહેમદ બો. કુલદીપ

૨૭

લિન

કો. એન્ડ બો. કુલદીપ

૩૭

મેક્સવેલ

કો. કુમાર બો. બુમરાહ

૪૬

સ્ટેનોઇસ

અણનમ

૪૩

મેકડોરમેટ

અણનમ

૦૨

વધારાના

 

૦૬

કુલ

(૧૭ ઓવરમાં ૪ વિકેટે)

૧૫૮

પતન  : ૧-૨૪, ૨-૬૪, ૩-૭૫, ૪-૧૫૩

બોલિંગ : કુમાર : ૩-૦-૧૫-૦, બુમરાહ : ૩-૦-૨૧-૧, અહેમદ : ૩-૦-૪૨-૧, કુલદીપ : ૪-૦-૨૪-૨, પંડ્યા : ૪-૦-૫૫-૦,

ભારત ઇનિંગ્સ : (ટાર્ગેટ ૧૭૪)

રોહિત શર્મા

કો. ફિન્ચ બો. બેહરેનડોર્ફ

૦૭

ધવન

કો. બેહરેનડોર્ફ બો. સ્ટેનલેક

૭૬

રાહુલ

સ્ટ. કેરી બો. ઝંપા

૧૩

કોહલી

કો. લિન બો. ઝંપા

૦૪

પંત

કો. બેહરેનડોર્ફ બો. ટાઈ

૨૦

કાર્તિક

કો. બેહરેનડોર્ફ બો. સ્ટેનોઇસ

૩૦

પંડ્યા

કો. મેક્સવેલ બો. સ્ટેનોઇસ

૦૨

કુમાર

અણનમ

૦૧

કુલદીપ

અણનમ

૦૪

વધારાના

 

૧૨

કુલ

(૧૭ ઓવરમાં ૭ વિકેટે)

૧૬૯

પતન : ૧-૩૫, ૨-૮૧, ૩-૯૪, ૪-૧૦૫, ૫-૧૫૬, ૬-૧૬૩, ૭-૧૬૩

બોલિંગ : બેહરેનડોર્ફ : ૪-૦-૪૩-૧, સ્ટેનલેક : ૩-૦-૪૧-૧,
ટાઈ : ૩-૦-૪૭-૧, ઝંપા : ૪-૦-૨૨-૨, સ્ટેનોઇસ : ૩-૦-૨૭-૨

ધવન છવાઈ ગયો......

બ્રિસ્બેન, તા. ૨૧ : પ્રથમ ટ્વેન્ટી મેચમાં શિખર ધવન છવાયેલો રહ્યો હતો. અલબત્ત તે પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો પરંતુ તેની ધરખમ બેટિંગથી ભારતીય ચાહકોને મજા પડી ગઈ હતી. ૪૨ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ચાર રને જીતી હતી. શિખર ધવનની બેટિંગ નીચે મુજબ રહી હતી.

રન.................................................................. ૭૬

બોલ................................................................ ૪૨

ચોગ્ગા............................................................. ૧૦

છગ્ગા.............................................................. ૦૨

સ્ટ્રાઇક રેટ................................................ ૧૮૦.૯૫

(7:22 pm IST)