Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ન્યઝીલેન્ડે પાકિસ્તાન સામે મળી પ્રથમ ટેસ્ટમાં જીત

નવી દિલ્હી: પાકિસ્તાન અને ન્યૂઝિલેન્જ વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં જે પ્રમાણે કીવી ટીમને જીત મળી તેનાથી હક કોઇ હૈરાન હતું, જોકે તેની પાછળ ભારતીય મૂળના એજાઝ પટેલની બોલિંગ પણ હતી પરંતુ જે પ્રકારે પાકિસ્તાનનાં બેટ્સમેનોએ વલણ અપનાવ્યુ તેનાથી લાખો પાકિસ્તાની પ્રશંસક દુખી તશે. હવે ન્યૂઝિલેન્ડે તો હારેલી મેચ જીતી લીધી છે. તેમની જીત જેટલી શાનદાર રહી તેટલી શાનદાર રહી તેમના જીતની ઉજવણી.ન્યૂઝિલેન્ડની જીત બાદ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમા ટીમના ખેલાડીઓ ભાંગડા કરી જીતની ઉજવણી કરી રહ્યા છે. આમ તો ન્યૂઝિલેન્ડના ખેસાડીઓ દ્વારા ભાંગડા ડાન્સ કરવો આશ્ચર્યચકીત કરનાર છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ટીમમાં બે ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ છે. એક છે એજાઝ પટેલ જેનો જન્મ મુંબઇમાં થયો છે બીજા છે ઇશ સોઢઈ, જે પંજાબામાં જન્મેલ છે. પર્દાર્પણ ટેસ્ટ રમનાર સ્પિનર એજાઝ પટેલની પાંચ વિકેટ અને અન્ય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનનાં કારણે ન્યૂઝઇલેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને ચાર રનથી હરાવી રોમાંચક જીત હાંસલ કરી. ન્યૂઝિલેન્ડે પાકિસ્તાનને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમા તેના બોલરોએ પાકિસ્તાની ટીમને 171 રનમાં સમેટી દીધી હતી. પટેલે 59 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે ઝડપી બોલર વેગનર અને લેગ સ્પિનર ઇશ સોઢીએ બે-બે વિકેટો ઝડપી હતી.

 

(4:52 pm IST)