Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારત નીચે ધકેલાયું : પરફોર્મન્સ ઘટ્યું: એશિયામાં સિંગાપુર પ્રથમ

વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2018માં વખતે ભારતના ક્રમમાં ઘટાડો જોવા મળ્યો છે. બિઝનેસ સ્કૂલ ઓફ સ્વિટ્ઝરલેન્ડની વાર્ષિક વૈશ્વિક પ્રતિભા રેન્કિંગમાં ભારત બે ક્રમ નીચે જઈને 53માં સ્થાન પર પહોંચી ગયું છે. યાદીમાં સ્વિટ્ઝરલેન્ડે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની ફ્લેગશિપ બિઝનેસ સ્કૂલ, આઇએમડીએ યાદી જાહેર કરી છે. યાદીમાં એશિયામાં સિંગાપુર પ્રથમ છે.

(3:01 pm IST)