Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ડીન એલ્ગરના માથા પર લાગ્યો ઉમેશ યાદવનો બાઉન્સર બોલ: બેટિંગ કરવા આવ્યો સબ્સ્ટિટ્યૂટ

 

સાઉથ આફ્રિકાના ડીન એલ્ગરને ઉમેશ યાદવની એક બોલ હેલમેટ પર જઈ લાગી ત્યાર બાદ તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો  ઘટના સાઉથ આફ્રિકાની બીજી વારીના 10માં ઓવરમાં બની હતી . ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝનો છેલ્લો મુકાબલો રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ 9 વિકેટ પર 497 રન બનાવીને ઘોષિત કરી દીધી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકા પોતાની પહેલી મેચમાં 162 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. પહેલી વારીના આધાર પર ભારતને 335 રનોનો વધારો મળ્યો.

આફ્રીકી ટીમ ફોલોઓન નહીં બચાવી શકી ત્યાર બાદ તેને ફરીથી બેટીંગ કરવા માટે ઉતરવુ પડ્યું. ફોલોઓન મળવા પર બીજી વારીમાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યાં છે. થ્યૂનિસ ડિ બ્રુઈન અને એનરિટ નોર્ટિઝે ક્રીઝ પર છે.

 

(11:04 pm IST)