Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જાડેજા સાથે કોહલી પણ જશ્નમાં જોડાયો

રવિન્દ્રએ ફીફટી ફટકારતા પેવેલીયન તરફ તલવારની જેમ બેટ ફેરવ્યુ, વિરાટે પણ અનોખી સ્ટાઈલ કરી

નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખૂબ જ ધીરજપૂર્વક ઇનિંગ રમીને હાફ સેન્ચુરી ફટકારી હતી. પોતાની આ હાફ સેન્ચુરી થવા પર તેણે પોતાના અંદાજમાં પેવેલિયન તરફ જોતા તલવારની જેમ બેટ હવામાં ફેરવીને ખુશી વ્યકત કરી હતી. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફની અંદાજમાં તેની તરફ ઈશારો કરીને પૂછ્યું કે ઘોડો કયાં છે. જાડેજાએ ૪ ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી. સદી ફટકાર્યા બાદ જાડેજાની ઉજવણીમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ થયો અને ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરવા લાગ્યો. ભારતીય બેટિંગ દરમિયાન જયારે જાડેજાએ તેની ૧૩મી અડધી સદી પૂરી કરી તો ઉજવણી કરતા બેટને તલવારની સ્ટાઇલમાં ફેરવવાનું શરૂ કર્યું. રવિન્દ્ર જાડેજાના આ જશ્નમાં કોહલી પણ સામેલ થતા ડ્રેસિંગ રૂમના દરવાજા પર આવ્યો અને જાડેજા તરફ મ્યાનમાંથી તલવાર કાઢવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ દ્યોડાની સવારી કરવા જેવું જશ્ન મનાવ્યું. કોહલીનો આ અંદાજ જોઈ જાડેજા પણ હસવા લાગ્યો. જો કે, બાદમાં તેણે બેટથી તલવારને મ્યાનમાં રાખવાનો ઈશારો કર્યો હતો.

(4:06 pm IST)