Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ટીમ ઇન્ડિયાની કલીન સ્વીપ તરફ આગેકુચ

આફ્રિકા ૧૬૨માં ઓલઆઉટ : ફોલોઓન બાદ બીજા દાવમાં પણ ધબડકોઃ ૨૬/૪ ઉમેશ ને ૩, નદીમ, જાડેજા અને શમીને ૨-૨ વિકેટો બીજા દાવમાં શમીને અને યાદવને ૧ વિકેટ : મેચ લગભગ આજે જ પુરો થઇ જાય તેવી શકયતા

રાંચીઃ ટીમ ઇન્ડિયા ૩-૦ થી સિરીઝ જીતવા તરફ આગળ વધી રહયું છે. ભારતે રોહિત શર્માની ડબલ સેન્ચ્યુરીની મદદથી પ્રથમ ઇનિંગમાં પહાડી જુમલો ખડકયો હતો. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર ૧૬૨ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ફોલોઓન બાદ બીજા દાવમાં પણ  ધબડકો જારી છે. આ લખાય છે ત્યારે ટી-ટાઇમ સુધીમાં ૨૬ રનમાં ૪ વિકેટો પડી ગઇ છે.

ભારતીય ટીમે ગઇકાલે ૪૯૭/૯ દાવ ડિકલેર કર્યા બાદ સાઉથ આફ્રિકાની બે વિકેટો પાડી દીધી હતી. આજે ત્રીજા દિવસે પણ વિકેટોનો દોર જારી રહયો હતો. હમઝા ૬૨, ડુપ્લીસીસ ૧, બવુમા ૩૨, કલાસેન ૬, લીન્દે ૩૭, રબાડા ૦ અને નોર્તજ ૪ રન બનાવી આઉટ થયા હતા. શમી ૨, યાદવ ૩, નદીમ ૨, જાડેજાએ ૨ વિકેટ લીધી હતી. આફ્રિકાની આખી ટીમ  ૫૬.૨ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતુ. ફોલોઓન બાદ બીજા દાવમાં  પણ સાઉથ આફ્રિકાનો ધકડકો થયો છે. આ લખાય છે ત્યારે ૯ ઓવરમાં ૨૬ રનમાં ૪ વિકેટ પડી ગઇ છે. ડી'કોક ૫, હમઝા ૦, ડુપ્લેસીસ ૪ અને બાવુમા ૦ રને આઉટ થયા છે. મોહંમદ શમીએ ૩ અને ઉમેશ યાદવે ૧ વિકેટ લીધી છે. ટીમ ઇન્ડિયાને મેચ જીતવા ૬ વિકેટની જરૂર છે. આજે જ મેચ પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે.

(4:02 pm IST)