Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

નડાલે ૧૪ વર્ષની રિલેશનશિપ બાદ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં

મલોર્કાઃ ટેનિસસ્ટાર રાફેલ નડાલે તેની ગર્લફ્રેન્ડ સિસ્કા પેરેલો સાથે લગ્ન કરી લીધાં છે. સ્પેનનો આ ખેલાડી છેલ્લાં ૧૪ વર્ષથી સિસ્કા સાથે રિલેશનશિપમાં હતો. તેમણે સ્પેનના મલોર્કામાં લગ્ન કર્યાં હતાં, જેમાં ૩૦૦ મહેમાનોને આમંત્રણ અપાયું હતું. નડાલની ગર્લફ્રેન્ડ તેની બહેન મેરિબલની બાળપણની મિત્ર છે. લગ્ન પહેલાં નડાલ અને સિસ્કા બહામાસમાં પ્રી- વેડિંગ હનીમૂન મનાવતાં જોવા મળ્યાં હતાં.

(1:09 pm IST)