Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

એશિયન ચેમ્પિયન ટ્રોફી :ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 3-1થી કચડ્યું :સતત બીજી જીત

મસ્કટઃ ઓમાનમાં રમાતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 3-1થી હરાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી હતી પ્રથમ મિનિટે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ગોલ કરીને ભારત પર દબાણ વધારી દીધું હતું. ઇરફાન જૂનિયરે પ્રથમ મિનિટમાં જ ગોલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી મનપ્રીત સિંહ, મનદીપ સિંહ અને દિલપ્રીત સિંહ એક બાદ એક ગોલ કર્યા હતા. 

  આ પહેલા ભારતે ઓમાનને 11-0ના અંતરથી પરાજય આપ્યો હતો. દિલપ્રીત સિંહની હેટ્રિકની મદદથી ભારતે શુક્રવારે અહીં રમાઇ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરી હતી. ટૂર્નામેન્ટમાં ભારતનો આગામી મેચ રવિવારે જાપાન સામે છે. આ મેચ ભારતીય સમયાનુસાર 10.30 કલાકે શરૂ થશે. 

(9:45 pm IST)