Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વિરાટ કોહલીએ તોડ્યો તેંડુલકરનો રેકોર્ડ : સૌથી ઝડપી 60 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી

કોહલીએ 21 ફોર અને બે સિક્સની મદદથી 107 બોલમાં 140 રન બનાવ્યા

ગુવાહાટીઃ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં પાંચ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.ગુવાહાટીમાં સદી ફટકારીને સચિનનો રેકોર્ડ તોડી દીધો છે. આ સાથે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 60 સદી ફટકારવા મામલે પણ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલીએ 386 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સચિન તેંડુલકરે 426 ઈનિંગમાં 60 સદી પૂરી કરી હતી. કોહલીની વનડેમાં 36 અને ટેસ્ટમાં 24 સદી થઈ ગઈ છે. 

વિરાટ કોહલી રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના કેરિયરની 28મી વનડે રમવા મેદાને ઉતર્યો હતો. વિન્ડીઝે ભારતને જીતવા માટે 323 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી. શિખર ધવન ચાર રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોહલીએ આક્રમક સદી ફટકારી હતી. કોહલી આ મેચમાં 140 રન બનાવી આઉટ થયો હતો. 

(8:40 pm IST)