Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ડેનમાર્ક ઓપનના ફાઇનલમાં સાયના નેહવાલનો પરાજય

વર્લ્ડ નંબર-1 યિંગે સાઇનાને 21-13, 13-21, 21-6થી પરાજય આપીને પ્રથમવાર ડેનમાર્ક ઓપનનું ટાઇટલ જીત્યું

ઓડેન્સે (ડેનમાર્ક): ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ બીજીવાર ડેનમાર્ક ઓપનનું ટાઇટલ જીતવાથી ચુકી ગઈ હતી. સાઇનાને મહિલા સિંગલ્સના ફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો. 

 વર્લ્ડ નંબર-1 યિંગે સાઇનાને 52 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં  21-13, 13-21, 21-6થી પરાજય આપીને ડેનમાર્ક ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટાઇટલ જીતની સાથે યિંગ કોઈપણ વર્ગમાં ડેનમાર્ક ઓપન ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ ચીની તાઇપે ખેલાડી બની ગઈ છે. 

  તેણે શનિવારે ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગને 21-11, 21-12થી હરાવીને મહિલા સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંતે હારનો સામનો કરવો પડ્યો હતો. 

(6:11 pm IST)